Live Rupal Palli 2023

171
Published on October 23, 2023 by

Live Rupal Palli 2023

જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે

અન્ય મુખ્ય આકર્ષણ જેમ જેમ પલ્લી રથ પર મુખ્ય ઉપરનું પ્રથમ પાત્ર માં શ્રી વરદાયિની માતા ને બલિદાન રૂપે ઘી ચડાવવામાં આવે છે તેમ માતાજી મૂર્તિના હાવભાવ હરખ પૂર્ણ દર્શન થાય છે અને જ્યારે મંદિર પર માતાજી ની સન્મુખ પલ્લી યાત્રા પહોંચી જાય ત્યારે માતાજી ની મૂર્તિ ના મુખ દર્શન પૂર્ણ સંતુષ્ટ અને દર્શનાર્થીઓ પર ખુશ થઈ ને વરદાન રૂપી શુભઆશિષ અર્પણ કરતા હોય તેવા અહોભાવ મુખ ના દિવ્યમાન. અને દેદીપ્યમાન દર્શન કરવા સમગ્ર વિશ્વ માં થી લાખો ભક્તો પ્રત્યક્ષ અચૂક આવતા જ હોય છે . અને દરેક ભક્તજનો ને તે અદભુત પળ ના જીવંત દર્શન કરાવવાનું કાર્ય પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ રૂપે વર્ષોથી કરવામાં આવે જ છે. અને આ અગમ્ય દુર્લભ પળ ના દર્શન માતાજી ની પ્રસન્ન મુખારવિંદ ની એક જીવંત દર્શનની ઝલક ભક્ત જનો ઉપર પડી જાય તેઓ અનહદ આસ્થા અને ભક્તિ ભાવ થી અભિભૂત થઈ ને અહોભાવ થી ” જય વરદાયિની જય જગદંબા ” નો પ્રચંડ નાદ થી માતાજી નું સ્મરણ કરતા હોય છે.

આપને જાણ ખાતર એક અન્ય અજાણી વાત તો એ છે આ પલ્લી યાત્રા ની ફોટોગ્રાફી કરવા પણ ભારત નહિ બલ્કે વિશ્વના દરેક મુખ્ય પ્રખ્યાત સમાચાર અને અન્ય ટી વી ચેનલ ના રિપોર્ટરો કેમેરામૅન ફોટોગ્રાફરો આવે જ છે. જેથી તેમના દ્વારા તેમના માધ્યમ માં દર્શાવવામાં આવતા શ્રી વરદાયીની માતાજી ના દરેક સમાચાર પણ લાખો લોકો પુનઃ વારંવાર દર્શન કરવા નિહાળતા જ હોય છે.

અન્ય એક વાત દરેક ભાવિક ભક્ત મનુષ્ય ને જીવન માં એક વાર ભારત દેશના ગુજરાત રાજ્ય ના પાટનગર ગાંધીનગર નજીક 15 કિલોમીટર સ્થિત રૂપાલ ગામ માં શ્રી વરદાયિની માતાજી ના નિજ મંદિર મૂર્તિના ભવ્ય અને દેદીપ્યમાન દર્શન સહપરિવાર અચૂક કરવા જ જોઈએ તેમજ સુંદર સોમપુરા વાસ્તુકલા સભર શિલ્પકાર્ય થી સુશોભિત આ મંદિર માં સોનાના દરવાજા સોનાના કમાન સોનાની ધજા ના દંડ સોનાના કળશ સોનાના બેઠક ગોખ ના દર્શન ગર્ભ ગૃહ ની અંદર બિરાજેલા સ્વયં શ્રી વરદાયિની માતાજી નું દર્શન શુભઆશિષ અવશ્ય પ્રાપ્ત કરવા જ જોઈએ આપને એક અગમ્ય મુખારવિંદ ના માતાજી ના દૈદીપયમાન દર્શન થી જીવન ધન્ય થયા નો એક એહસાસ અચૂક પ્રાપ્ત થશે જ.

” જય વરદાયિની જય જગદંબા “

વરદાયિની, વરદક્ષિણી, વડેચી, જગદંબા સ્વરૂપના પ્રાગટય દેવી માં એ જ દુર્ગમ દૈત્ય ના સંહાર બાદ સ્ત્રી શક્તિ ને દરેક સ્ત્રીઓ ને માં નું બિરુદ પ્રાપ્ત થયું તેવા જ આ જગ માં ” હે માઁ ” ના સંબોધન માત્ર થી પણ માઁ અચૂક પ્રસન્ન થાય જ છે. આ સમય થી દેવો ના આશિષ થકી માઁ શબ્દ અને સ્ત્રી ની ગૌરવપૂર્ણ ગાથા નું નિર્માણ થયું છે આથી જગત જનની માઁ દેવ દાનવો ની પણ પ્રથમ પૂજનીય માઁ વરદાયિની નો જય જય કાર ભક્તો સહર્ષ કરતા જ હોય છે.

Category

Add your comment

Your email address will not be published.