કોરોના થી ડરો ના…
કોરોના ના નામથી ભડકનારને એટલું જ કહીશ કે, કોરોનાથી તમે ડરો ના ;
થાય જો કોરોના તમને તો સહર્ષ સ્વીકારજો, કહેજો નિડરતાથી કે મને થયો છે કોરોના .
વિશ્વ આખું ફફડી રહ્યું આ ના સમજાતા રોગ થી, પણ આપણા આયુર્વેદથી ડરે છે આ કોરોના ;
માનવીને તેની નિઃસહાયતાનું જ્ઞાન યાદ કરાવ્યું, તેથી ઈશ્વરીય શક્તિ ને કદી પડકારો ના .
કર્મનો સિદ્ધાંત સહ ભાગ્યને તમે ભુલશોના, ઈશ્વરની મરજી સિવાય પાંદડુંયે હાલતુ ના ;
આ ના સમજાતા વ્યાધિથી ડરી તમે, ઈશ્વર પર થી શ્રદ્ધા ક્યારેય ઘુમાવશોના .
બધું કરવા છતાં પણ આવે જો કોરોના તો, ‘ઈશ્વરેચ્છા બલિયસી‘ આ વાત કદી ભૂલશો ના ;
દેશ–દુનિયાના સંક્રમિત આંકડાઓને, સનાતન સત્ય સમજી નાહકના તમે ગભરાશો ના .
હા, સાવધાની સતર્કતા બિલકુલ ચુકશો ના, તંત્રના સુચનોની અવગણના જરાય તમે કરશો ના ;
આત્મવિશ્વાસ–ઈશવિશ્વાસ ને રાખજો સદા હૈયે, ખોટા ભ્રમ કે અંધવિશ્વાસ માં ક્યારેયતમે રાચશો ના .
ગણ્યા ગાંઠ્યા લોકોજ થાય છે પ્રભુને પ્યારા, વિશ્વાસ રાખો તમારું નામ તેમાં હશે ના ;
કોરોનાને મ્હાત આપનાર અગણિત છે, તમે પણ તેમાંનાજ થશો એ વિશ્વાસ કદી ડગમગાવશો ના .
કોરોનાની કોઈ ચોક્કસ દવા નથી છતાં, સ્વસ્થ થનારાઓના આત્મવિશ્વાસને તમે ભુલશો ના ;
કોરોનાની દવા જયારે હાથ–વેંતમાં લાગે છે ત્યારે, ખોટી અફવાહોથી મોતને વહાલું તમે કરશોના .
કોરોના વોરિઅર્સ તોછે પ્રભુના સાચા પયગંબર, તેમનો ઉપકાર કદી ભૂલશો ના ;
દુખ માં સાથ આપનાર સૌ સ્વજનો તેમજ, સંસ્થા અને તંત્રનો આભાર માણવાનું ચુકશો ના .
ભારતમાતાની સ્વતંત્રતા–એકતા–અખંડતાને કાજે, બલિદાન આપનારાઓને કદી ભૂલશો ના ;
ભૂતકાળ માં આવી લડાઈઓ માં વિજયી થયા છીએ આપણે, આ વાતને તમે વિસરશો ના .
આવો આપણે સૌ એક થઇ વચન લઇએ કે, કોરોના સામેના આ જંગ માં પીછેહઠ આપણે કરશું ના ;
વિશ્વાસથી કહું છું કે કોરોનાને હરાવશું–ભૂતકાળ બનાવશું, જેથીપાછા ફરવાની હિમ્મત કયારેય કરે ના .
લેખન: ‘નિમિત્ત માત્ર’
સરઢવ , તા:૦૮.૦૮.૨૦૨૦
*************